બેન્કો

આર્થિક રીતે સમૃધ્ધ ગણાતા ધર્મજ ગામની કુલ વસતી 10400 ની છે. પરંતુ આ નાના ગામમાં હાલ 13 બેન્કો કાર્યરત છે. જેની શરૂઆત 1959 થી થયેલ છે. સહકારી ક્ષેત્રની અગ્રણી બેન્ક એવી ધ ધર્મજ પીપલ્સ બેન્કની સ્થાપના મુળ ધર્મજના વતની ડૉ. એચ. એમ. પટેલની અધ્યક્ષતામાં  1969માં થયેલ. એક સમયે તેઓશ્રી કેન્દ્ર સરકારના નાણાંમંત્રી પદે હતા ત્યારે પણ બેન્ક્નુ અધ્યક્ષસ્થાન સંભાળી નિયમીત બેન્કની બોર્ડ મીટીંગમાં પણ આવતા હતાં. મોટી સંખ્યામાં બેન્કો હોવી તે બીન નિવાસી લોકોનુ ગામ હોવાની સાથે સાથે વિસ્તારમાં આ ગામ તાલુકા મથકનું સ્થાન લેતું જાય છે તે પણ ગણી શકાય.


નં.

બે ન્ક્નુ નામ

ધર્મજ શાખાની સ્થાપના તારીખ

01

દેના બેન્ક
18.12.1959

02

ધ ધર્મજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેન્ક લીમીટેડ
16.01.1969 

03

સેન્ટ્ર્લ બેન્ક ઑફ ઇન્ડીયા
08.07.1969

04

  બેન્ક ઑફ બરોડા
05.11.1969

05

બેન્ક ઑફ ઇન્ડીયા
22.12.1969

06

ઇન્ડસ ઇન્ડ બેન્ક
28.03.2002

07

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડીયા
   01.12.2006   

08.

અલ્હાબાદ બેન્ક
08.04.2009

09

આઇ. સી. આઇ. સી. આઇ. બેન્ક
11.01.2010

10

કેનેરા બેન્ક
09.03.2010

11

એચ. ડી. એફ. સી. બેન
25.03.2011

12

કોર્પોરેશન બેન્ક
30.11.2011

13

પંજાબ નેશનલ બેન
23.02.2012