Dharmaj at a glance

"ધર્મજ એક વિહંગાવલોકન "
 

બૃહદ ખેડા અને હાલના આણંદ જિલ્લાનું ગામ. મૂળ ચરોતર પ્રદેશમાં બિનનિવાસી ભારતીયોના ગામ એટલે કે એન.આર.આઈ. ગામ તરીકે ગણના થાય છે. દરેક ઘરમાંથી એક પરિવાર પરદેશમાં વસેલાં છે. દુનિયાના આગળ પડતાં બધા દેશોમાં ધર્મજીયનો વસવાટ કરે છે. સ્થાનિક વતનીઓ દ્વ્રારાં ઉચ્ચ ગુણવતાની કાળી તમાકુની ખેતીના કારણે “ટોબેકો ટાઉન ઓફ ચરોતર” પણ કહેવાય.

 ભૌગોલિક  સ્થિતિ :
ઉત્તર અક્ષાંશ 22’-25’ તથા પૂર્વ રેખાંશ 72’-48’ દરીયાઈ સપાટીથી ઉંચાઇ  : 84 ફૂટ
પિન કોડ : 388430 તા. પેટલાદ જી : આણંદ  ગુજરાત ભારત
વાસદ-વટામણ  રાષ્ટ્રીય ધોરી માર્ગ  નં 8 /એ તથા નડિયાદ – ભાદરણ નેરોગેજ રેલ્વે લાઇન ઉપર ધર્મજ ગામ વસેલું છે.

મુખ્ય શહેરોનું ધર્મજથી અંતર:

આણંદ –૩૩ કી.મી. નડીયાદ –૩૮ કી.મી.
ખંભાત – ૨૨  કી.મી.  પેટલાદ  8 કી.મી.
વડોદરા ૫૦  કી.મી.  અમદાવાદ ૯૦  કી.મી.

ગામની આબોહવા :
સરેરાશ તાપમાન  મહતમ :  ૧૦ થી ૧૨ સેન્ટિગ્રેડ  લઘુતમ “ ૪૪ થી ૪૬ સેન્ટિગ્રેડ 
સરેરાશ વાર્ષિક વરસાદ :“ ૨૫ થી ૩૦ ઈચ

ગામની વસ્તી :
કુલ વસ્તી              : 10429       પુરુષ : 5380          સ્ત્રી : 5049
સાક્ષરતા કુલ           : 8243        પુરુષ: 4435           સ્ત્રી : 3808
કુલ મકાનો             : ૪૧૨૩  પૈકી  પાકાં મકાનો  ૨૯૬૬ કાચાં મકાનો : ૧૧૫૭

ગામની અન્ય વિગતો:
ગામનું કુલ ક્ષેત્રફળ  ૧૪૪૮ -૯૩- ૫૯- હેક્ટર
ગામતળ  ૧૭ – ૨૩- ૦૦  હેક્ટર
ખેતીલાયક વિસ્તાર  ૧૨૭૧-૭૧-૭૭ હેક્ટર
કુલ સર્વે  નંબર  ૪૯૦૦ કુલ ખેડૂત ખાતેદારો ૨૧૩૨
સરેરાશ જમીન મહેસૂલ આવક વાર્ષિક  રૂ 2.58 લાખ
મુખ્ય પાકો . કાળી તમાકુ  કેળ ડાંગર  તથા બાગાયતી પાકો.
જમીન નો  પ્રકાર :  કાળી તથા ગોરાડુ
સિચાઈની સુવિધા : પાણીના કુવા તથા નહેરો (આંશીક)
 અન્ય વ્યવસાય : પશુપાલન, પોલ્ટ્રી ફાર્મીંગ, છીંકણીના કારખાના તથા લઘુ ઉદ્યોગો.

વહીવટી દરજજો : ગામ પંચાયત

ધર્મજ ગામમાં સૌ પ્રથમ ગામ પંચાયતની સ્થાપના તા ૫/૫/૧૯૧૫ ના રોજ વડોદરાના તત્કાલીન મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે કરેલ.

પંચાયત રાજની તવારીખ :

સમયગાળો

દરજજો

તા. ૫/૫/૧૯૧૫ થી ૬-૫-૧૯૩૦

ગામ પંચાયત     

તા. ૭/૫/૧૯૩૦ થી ૩૧-૭-૧૯૪૯   

‘બ’ વર્ગ સુધરાઇ  

તા. ૧/૮/૧૯૪૯ થી ૩૧-૩-૧૯૬૩

મ્યુનિસિપાલિટી

તા. ૧/૪/૧૯૬૩ થી ૧૮-૯-૧૯૮૪   

ગામ પંચાયત

તા. ૧૯/૯/૧૯૮૪ થી ૧૪-૪-૧૯૯૪ 

નગર પંચાયત    

તા. ૧૫/૪/૧૯૯૪ થી આજદિન સુધી          

ગામ પંચાયત


ગામના વસવાટની તવારીખ :

ગામના આધ્યસ્થાપક શ્રી નરસિંહભાઈ પટેલ  જરગાલ  ગામથી ઈ.સ. ૧૧૫૫( સં.વત ૧૨૧૨) માં આવીને વસેલાં. જેના વંશજો હાલ સરદાર ચોક ( જૂની ખડકી)માં વસે છે.
ગામની ત્રણ મોટી ખડકીઓના આધ્યપુરુષ શ્રી રંગાજી પટેલ સોજીત્રા પાસે આવેલ વિરોલ ગામથી આવીને ઈ.સં. ૧૬૭૫. (સં.વ.ત ૧૭૩૨)માં ધર્મજ વસ્યાં હતાં.
ગામના કુળદેવી હર્ષદા માતા છે જેનું મુખ્ય મંદિર મધ્ય પ્રદેશ રાજ્યની  ઉજૈન નગરીમાં છે. રંગા પટેલના વારસો વિરોલથી શ્રી વારાહી માતાને લાવેલાં. જેમને ગામતળ દેવી તરીકે સ્થાપ્યાં છે . તેથી શુભ પ્રસંગે શ્રી વારહી માતાના મંદિરે પુજા અર્ચના થાય છે.

વિદેશગમન : 
ધર્મજમાંથી સૌ પ્રથમ વિદેશગમન ઈ.સં. ૧૮૯૫ થી ૧૯૧૬ ના ગાળામાં થયું. તે સમયે લોકો ઈસ્ટ આફ્રિકા અને  ઈંગ્લેન્ડ જતાં હતા. આજે તો દુનિયાભરમાં ધર્મજીયનો ફેલાયાં છે. જેમાં ઈંગ્લેન્ડ , અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડ તથા આફ્રિકા વિ મુખ્ય છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન :

ભારત વર્ષની આઝાદીની  લડાઈમાં આ ગામ અગ્રેસર રહેલ. તે દરમ્યાન તા ૧૮મી ઓગસ્ટે ૧૯૪૨ના રોજ આણંદ જીલ્લાના અડાસ ગામના રેલ્વે સ્ટેશને બ્રિટિશ પોલિસ દ્વારાં થયેલ ગોળીબારમાં આ ગામના સપુત અને  નવયુવાન રમણલાલ પુરુષોત્તમદાસ પટેલે  માં ભોમને  આઝાદ કરાવવા શહીદી વ્હોરી હતી.

શિક્ષણ વ્યવસ્થા :

તા. ૨૪/૪/૧૮૭૬         

:

 પ્રાથમિક શિક્ષણ માટે ગામઠી શાળાની શરૂઆત.

ઈ.સ. ૧૮૮૯            

:

 ધો. ૧ થી ૪ સાર્વજનિક કન્યાશાળાની શરૂઆત.

ઈ.સ. ૧૮૯૪-૯૫         

:

 ગામઠી  અંગ્રેજી શાળાની શરૂઆત.

તા. ૨/૧/૧૯૦૪       

:

 ત્રણ ધોરણ સુધીની અંગ્રેજી શાળાની શરૂઆત.

ઈ.સ. ૧૯૧૩             

:

 મેટ્રિક સુધીની શાળા કાર્યરત બની.

તા. ૨૯/૧૨/૧૯૪૩        

:

 ધર્મજ કેળવણી  મંડળ સ્થાપના.
વી.એન. હાઈસ્કૂલનો વહીવટ સંભાળ્યો.

ઈ.સ ૧૯૪૮-૪૯ 

:

વી.એન. હાઈસ્કૂલ વાણિજ્ય વિભાગની શરૂઆત.

તા. ૧૨/૨/૧૯૫૧            

:

મહાત્મા ગાંધી ઉધોગ મંદિરની સ્થાપના  ( બહેનો માટે સીવણ કામ તથા અન્ય   હુન્નર શીખવવા માટે)

ઈ.સ. ૧૯૫૯               

:

વી.એન. હાઈસ્કૂલમાં ટીવી પટેલ ટેક્નિકલ સ્કૂલ તથા ગંગાબા વર્કશોપ શરૂ થઈ.

તા.૧૬/૦૮/૧૯૬૪         

:

ત્રિભોવનદાસ ગિરધરભાઈ મિશ્ર પ્રાથમિક શાળાનું નવીન મકાન થયું.

ઈ.સ. ૧૯૭૧          

:

કાશીબા અને માણેકબા ગર્લ્સ હાઈસ્કૂલ ની શરૂઆત

ઈ.સ. ૧૯૭૪-૭૫       

:

સરકાર માન્ય પ્રાથમિક શાળાની શરૂઆત.

તા.૧૩/૭/૧૯૭૮        

:

અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી શાળા શરૂ થઈ,

તા ૧૬/૧૧/૧૯૮૧       

:

અંગ્રેજી શાળા માટે ધર્મજ ચોકડી પાસે વિશાળ જગ્યામાં નિવાસી શાળા તરીકે સંકૂલ  બનાવ્યું.

ઈ.સ. ૧૯૯૦          

:

અંગ્રેજી માધ્યમની શાળાને શ્રી એચ.એમ.પટેલ સાહેબના નામ સાથે જોડવામાં આવી.  

ઈ.સ . ૨૦૦૬ થી       

:

 ધર્મજ ખાતે સમયાંતરે એન્જીનીયરીંગ, બી.બી.એ., એમ.બી.એ., બી.એડ. વિ.  અભ્યાસક્રમો સાથેની કોલેજો શરૂ થઈ

અન્ય પ્રવૃતિઓ :

ઈ.સ. ૧૮૯૮    

:

સાર્વજનિક  પુસ્તકાલયની   શરૂઆત

ઈ.સ. ૧૯૨૨ 

:

મોતીભાઈ ડાહ્યાભાઈ પટેલના દાનથી પુસ્તકાલયનું સ્વતંત્ર મકાન  બનાવ્યું.

તા ૨૦/૧૦/૧૯૧૬

:

ધર્મજ યુવક મંડળના નેજા હેઠળ વ્યાયામ મંદિરની સ્થાપના     :.

તા. ૧૬/૧૦/૧૯૨૬  

:

વલ્લભદાસ નરોત્તમદાસ પટેલ પરિવારના દાનથી વ.ન. વ્યાયામમંદિર નવીન મકાન બનાવ્યું

તા. ૧૧/૧૧/૧૯૩૧       

:

ધર્મજ બંધુ સમાજની સ્થાપના થઈ. જેણે સ્વાતંત્ર્ય  સંગ્રામમાં અગત્યનો ભાગ  ભજવ્યો.આ વ્યાયામ મંદિરની મહિલા  ખેલાડી સુશ્રી કૃપાલી પટેલ જીમ્નાસ્ટીકની  રમતમાં ઇ.સ. ૧૯૮૬ માં એશિયન  ગેમમાં ભારત વર્ષનું પ્રતિનિધિત્વ કરેલ  તદ-ઉપરાંત રમત જગતમાં પ્રતિષ્ઠિત એવા સરદાર પટેલ તથા અર્જુન એવાર્ડ પણ મેળવેલ. અન્ય અસંખ્ય ખેલાડી ભાઈ બહેનોએ જીલ્લા, રાજ્ય  કે રાષ્ટ્ર  કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઈ ગામનું રોશન  કરેલ છે.

ઇ.સ.૧૯૭૧-૭૨

:

વી.એન. હાઈસ્કૂલ  ખાતે એન.સી.સી. એક્મ શરૂ થયેલ. 

ઇ.સ. ૧૯૮૨ 

:

યુથ હોસ્ટેલ્સ  અશોસીએશન ઓફ  ઈન્ડિયાનું ધર્મજ એક્મ  સ્થપાયેલ.

ઇ.સ. ૧૯૮૬           

:

ધ. એચ. એમ. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર  નેચર  ઈન્ડિયાનું  એક્મ એવી પાટ્રીજ નેચર ક્લબ શરૂ કરેલ.
વી.એન. હાઈસ્કૂલમાં ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ તથા અન્ય યુવક સંસ્થાઓની પ્રવૃતિઓ પણ વખતો વખત થતી હતી.

આરોગ્ય સુવિધાઓ :

•  ઇ.સ. ૧૯૦૫ ની આસપાસ ગાયકવાડી શાસન દરમ્યાન દવાખાનાની શરૂઆત થઈ.
•   ઇ.સ. ૧૯૮૯ સુધી જિલ્લા પંચાયત હસ્તક રહેલ દવાખાનું આજે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો ધરાવે છે. જેનો વહીવટ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારાં થાય છે.

સખાવતી સંસ્થાઓ સંચાલિત આરોગ્ય સેવાઓ:
• તા. ૨૪.૦૩.૧૯૬૪ સી.જે. (ફીજીવાલા) આરોગ્યભવન ( ટી.બી. હોસ્પિટલ)
• સ.ને. ૧૯૯૦-૯૧ આર.આર.પટેલ કેન્સર હૉસ્પિટલ ( આયુર્વેદ ઉપચાર)

શ્રી જલારામ મંદિર સંચાલિત તબીબી તથા અન્ય સેવાકીય પ્રવૃતિઓ

શ્રી જલારામ આખનું દવાખાનું ( ઈ.સ. ૧૯૯૨)
•   અદ્યતન ફેકો મશીનથી મોતિયાના ઓપરેશન વર્ષે ૩૦૦ થી ૩૫૦ ઓપરેશન તદ્દન નિ:શુલ્ક.
•   કાન્તીભાઈ ગોરધનભાઈ પટેલ – ગ્લુકોમાં રિસર્ચ સેન્ટર ( ઈ.સ. ૨૦૦૯) આંખના ઘાતક રોગ ગ્લુકોમાની તપાસ અને સારવાર માટે અદ્યતન સંશોધન કેન્દ્ર.
•    શારદા મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલ. ઈ.સ. ૨૦૦૪ માં ધર્મજ સોસાયટી ઓફ લંડનની ઉદાર સખાવતથી ચાલતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.
•   ઊર્મિલા પોલિયો એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ ( ઈ.સ.૨૦૦૫) હાડકાના સાંધા બદલવાની જટિલ શસ્ત્રક્રિયા માટેની અદ્યતન સુવિધાઓ સહિતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
•  પ્રભુલીલા ફીજીયોથેરપી સેન્ટર ( ઈ.સ. ૨૦૦૨) હાડકાંની શસ્ત્રક્રિયા બાદ તથા અન્ય પ્રકારના રોગો માટે જરૂરી તમામ સાધનો સાથેનું અદ્યતન ફિજીયોથેરપી સેન્ટર.
•   ગં. સ્વ. ઝવેરબા મગનભાઇ પટેલ દાંતનું દવાખાનું. પૂર્ણ કાલીન દાંતના નિષ્ણાત તબીબની સેવા સાથે દાંતના તમામ રોગોની તપાસ અને સારવાર ઉપલબ્ધ.
•  પુષ્યદીપ ચિલ્ડ્રન હોસ્પિટલ (નિયોનેટલ કેર માટે) તાજાં જન્મેલાં બાળકોનું મરણનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી સારવાર ઉપલબ્ધ.
 •  પૂ. જ્ઞાનજી મહારાજ ડિસ્પેન્સરી. રાહત દરે તમામ પ્રકારની દવાઓનું વેચાણ
 •  ઈપ્કોવાલા સંતરામ મેડિકલ ફાઉન્ડેશન ( ઈ.સ ૨૦૦૧) ૨૪ ક્લાક એમ.બી.બી.એસ. તબીબની સેવા. એલોપથી, આયુર્વેદ તથા હોમિયોપેથી એમ ત્રણે સારવાર પધ્ધતિના વિઝીટીંગ તબીબોની સેવા.
 •  ઈપ્કોવાલા સંતરામ પેથોલોજી લેબોરેટરી તથા ડિજિટલ એકસ- રે વિભાગ. રાહત દરે ડિજિટલ એક્સ-રે ની સુવિધા સાથે પેથોલોજી સેવાઓ.
•  પ્રભુલીલા વાલ્મીકિ સાધના ધામ (ઈ.સ. ૧૯૯૪) વિપશ્યના ધ્યાન કેન્દ્ર. શ્રી સત્યનારાયણ ગોએન્કાજી પ્રેરિત વિપશ્યના ધ્યાન કેન્દ્ર જેમાં વર્ષભર વિપશ્યના શિબિરોનું નિયમીત આયોજન થાય છે
. •  કાર્ડિયાક વાન ( ઈ.સ.૨૦૦૩) હરતા ફરતા આઈ.સી.યુ જેવી અદ્યતન વાન. હૃદયરોગના દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં પહોંચાડી આ સેવાએ ઘણાંના જીવ બચાવ્યાં છે.
 •  શ્રી રામસેવાકુંજ મોર્ચરી(ઈ.સ.૨૦૧૦) સ્વજનના મૃત્યુ પછી અંતિમવિધી માટે પરદેશથી આવતાં સગાં સંબધી આવે ત્યાં સુધી શબ જાળવણી માટેની વ્યવસ્થા.
•  તબીબો ત્યાં નર્સો માટે રહેઠાણ.સંકુલમાં કાર્યરત તબીબો અને નર્સો માટે પરિસરમાં જ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે અદ્યતન રહેઠાણની વ્યવસ્થા.
•  શ્રી જલારામ મહિલા ગૃહ ઉદ્યોગ (ઈ.સ. ૨૦૦૧) જરૂરિયાતમંદ મહિલાઓને રોજી આપવાનો પ્રયાસ. બારે માસ વિવિધ પૌષ્ટિક નાસ્તા બનાવી વેચાણ.
•  સમયાંતરે કૂકિંગ ક્લાસ સીવણ વર્ગ મહેંદી તથા બ્યુટી પાર્લર તાલીમ વિ. નું, આયોજન.
•  આર. ઓ. વૉટર ફિલ્ટર પ્લાન્ટ ( ઈ.સ. ૨૦૦૬) પીવાના શુધ્ધ જળ માટે અદ્યતન પ્લાન્ટ. તદ્દન વ્યાજબી દરે ઘેર બેઠાં પાણીના મોટા બૉટલ તથા ઠડાં પાણીના જગ પહોંચાડવાની વ્યવસ્થા. વિશ્વ આરોગ્ય સંસ્થા ( ડબલ્યુએચઓ) દ્વારાં આ પ્લાન્ટની સુંદર જાળવણી અંગેની નોંધ.
 •  શ્રી અરવિંદ વિકલાંગ શિક્ષણ ભવન ( ઈ.સં. ૨૦૦૬ ) વિશિષ્ટાંગ બાળકોની પ્રવૃતિઓનું કેન્દ્ર.

શ્રી જલારામ મંદિર ધર્મજની સેવાકીય પ્રવૃતિઓ :

·   ઈ.સ. ૧૯૮૨ થી આજદિન સુધી અવિરત ચાલતું અન્નક્ષેત્ર. જેમાં વર્ષે ૪.૫૦ લાખ થી વધુ વ્યક્તિઓ  લાભ લઈ રહ્યા છે.
·  દર વર્ષે કારતક સુદ સાતમ શ્રી જલારામ જયંતિના દિવસે ૨૫ થી ૩૦ હજાર લોકોના મહાપ્રસાદનું  આયોજન.
·  લગ્ન તથા સામાજિક પ્રસંગોની ઉજવણી માટે અલગ ભોજનાલય તથા હૉલ, પ્લોટ વિ. ની વ્યવસ્થા  ઉપલબ્ધ. 
·  મુંબઈ- સૌરાષ્ટ્ર તથા કચ્છ ધોરીમાર્ગની અધવચ્ચે આવેલ આ સ્થળે રહેવા માટે સુંદર, સુઘડ અને  કિફાયતી દરની વ્યવસ્થા ઉપલબ્ધ.
·  અદ્યતન અતિથિભવનમાં કુટુંબ સાથે રહેવા આવનારને ડ્રૉઇંગ રૂમ , બેડરૂમ તથા રસોડા સાથેના  એક્મ પણ ભાડે મળે છે.
·  ગૌ શાળા
· ગ્રામ વિકાસ, શિક્ષણ, અન્ન સહાય, અન્ય જૂના દેવાલયોની જાળવણી તથા સંચાલન.